ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે વિશ્વ અંગદાન દિવસ, અહીં દિકરીએ માતાને આપ્યો જન્મ, જાણો કહાની - world organ donate day

ભરૂચઃ આજે વિશ્વ અંગદાનના દિવસે જંબુસરનો પ્રેરણારૂપ કિસ્સો જાણવા મળ્યો છે. નવ વર્ષ પૂર્વે માતાની બંને કીડની ફેઈલ થઇ જતા સગી દીકરીએ માતાને એક કીડનીનું દાન કરી માતૃત્વનું ઋણ અદા કર્યું હતું. ત્યારે, આજે પણ દીકરીનું આ કાર્ય અન્ય લોકોને અંગદાન કરવા માટે પ્રેરણાપૂરું પાડી રહ્યું છે.

આજે વિશ્વ અંગદાન દિવસ, અહીં દિકરીએ માતાને આપ્યો જન્મ, જાણો કહાની

By

Published : Aug 14, 2019, 5:08 AM IST

Updated : Aug 14, 2019, 6:10 AM IST

માનવામાં આવે છે કે મૃત્યુ પછી પણ કોઈનાં શરીરમાં જીવતું રહેવું હોય અને પોતાના અંગો થકી અન્યને જીવન દાન આપવું હોય તો અંગદાન કરવું જોઈએ. આજે વિશ્વ અંગદાન દિવસ છે. ત્યારે, જંબુસરમાં આજથી 9 વર્ષ પૂર્વે બનેલો એક કિસ્સો જાણવા મળ્યો છે.

આજે વિશ્વ અંગદાન દિવસ, અહીં દિકરીએ માતાને આપ્યો જન્મ, જાણો કહાની

જંબુસરમાં ૯ વર્ષ પૂર્વે એક પરિવારનો માળો પીંખાઇ જવાની તૈયારીમાં હતો. ત્યાં જ પરિવારની એક દીકરીએ આગળ આવી જે કાર્ય કર્યું તે આજે પણ લોકો માટે પ્રેરણારૂપ છે. આમોદના આછોદ ગામના મૂળ રહેવાસી અને હાલ જંબુસર ખાતે રહેતા યાકુબ પટેલનાં પત્ની સાલમાં બહેનની વર્ષ 2009માં બંને કીડની ફેઈલ થઇ ગઈ હતી.

આજે વિશ્વ અંગદાન દિવસ, અહીં દિકરીએ માતાને આપ્યો જન્મ, જાણો કહાની

તબીબોએ તેઓને કીડની પ્રત્યારોપણની સલાહ આપી હતી. પરંતુ, કીડની દાનમાં આપે કોણ તે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. ત્યારે, તેઓની વિકલાંગ પુત્રી જૈનબ પટેલે કીડની આપવાનો નિર્ણય કર્યો. તેણીએ કિડનીનું દાન કરી માતૃત્વનું ઋણ અદા કર્યું હતું.

આજે વિશ્વ અંગદાન દિવસ, અહીં દિકરીએ માતાને આપ્યો જન્મ, જાણો કહાની

એક સમયે જે પરિવારમાં માતાની છત્રછાયા છીનવાઈ જવાની હતી તે જ છત્રછાયામાં આજે આખો પરિવાર જીવન જીવી રહ્યો છે. દીકરીએ માતાનો જીવ બચાવવા જે સાહસ દર્શાવ્યો તે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અન્યોને પણ અંગદાન કરવાની પ્રેરણા પૂરી પાડી જાય છે.

Last Updated : Aug 14, 2019, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details