ભરૂચઃ અંકલેશ્વર નગર સેવા સદનમાં 9 ટર્મથી સભ્ય રહેલા એવા ડાહીબેન રાણાનું 94 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનને લઈને રાજકીય ક્ષેત્રમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
અંકલેશ્વર નગર સેવા સદનમાં 9 ટર્મથી સભ્ય રહેલા ડાહી રાણાનું 94 વર્ષની વયે નિધન - ડાહીબેન રાણાનું નિધન
ભરૂચના અંકલેશ્વર નગર સેવા સદનમાં 9 ટર્મથી સભ્ય રહેલા એવા ડાહીબેન રાણાનું 94 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ છેલ્લા 5 દિવસથી બીમાર હતા. તેમના નિધનને લઈને રાજકીય ક્ષેત્રમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
![અંકલેશ્વર નગર સેવા સદનમાં 9 ટર્મથી સભ્ય રહેલા ડાહી રાણાનું 94 વર્ષની વયે નિધન અંકલેશ્વર નગર સેવા સદનમાં 9 ટર્મથી સભ્ય રહેલા ડાહી રાણાનું 94ની વયે નિધન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9123325-thumbnail-3x2-death-gjc1010.jpg)
અંકલેશ્વર નગર સેવા સદનમાં 9 ટર્મથી સભ્ય રહેલા ડાહી રાણાનું 94ની વયે નિધન
તેઓ જનસંઘથી ભાજપના પાયાના સૌથી વયસ્ક મહિલા કાર્યકર્તા હતા. અંકલેશ્વર નગરપાલિકામાં સતત 9 ટર્મ સભ્ય રહ્યા હતા. ડાહીબેન રાણાને દોઢ મહિના બાદ ટર્મ પૂર્ણ થતા પાલિકા નગર સેવિકા પદે 45 વર્ષ પૂર્ણ થવાના હતા. 30 વર્ષ સુધી વિપક્ષમાં સભ્ય રહ્યા બાદ છેલ્લા 15 વર્ષ સત્તા પક્ષમાં સભ્ય હતા. પાલિકા ઉપ પ્રમુખ તરીકે પણ રહ્યા હતા. ડાહ્યી ફોઈના હુલામણા નામે જાણીતા ડાહ્યીબેન રાણા છેલ્લા 5 દિવસથી બીમાર હતા. ત્યારબાદ તેમનું નિધન થયું.