ભરૂચ : અંકલેશ્વર 'બાયસિકલ કલબ' દ્વારા સતત પાંચમાં વર્ષે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500થી વધુ લોકો જોડાયા હતા. સતત 4 વર્ષથી અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પાંચમા વર્ષે પણ આ સાયાક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં બાયસિકલ કલબ દ્વારા સાયકલોથોનનું આયોજન - Cyclothon Ankleshwar
અંકલેશ્વર બાયસિકલ કલબ દ્વારા સતત પાંચમાં વર્ષે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિત રહ્યાં હતા. સાથે 1500થી વધારે લોકો તેમાં જોડાયા હતા.
અંકલેશ્વર
જેમાં ફીટ ઇન્ડિયા અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે યોજાયેલ સાયકલોથોનને GIDCમાં આવેલ જોગર્સ પાર્ક ખાતેથી રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, હરીશ જોશી, DYSP એમ.પી.ભોજાણી, ઉદ્યોગ મંડળનાં જશુ ચૌધરી, બાયસિકલ ક્લબનાં નરેશ પુજારા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સવારની ફૂલ ગુલાબી ઠંડીમાં 1500થી વધુ લોકોએ સાઇકલ ચલાવી હતી. તેમજ ફીટ ઇન્ડીયા તેમજ પર્યવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.