ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરના ખરોડ ગામે ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા, 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને ૧૪ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 23 હજાર રોકડ મળી કુલ 2.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

sa
s

By

Published : Dec 22, 2020, 1:59 PM IST

  • અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચના દરોડા
  • ૧૪ જુગારીયાઓ ઝડપાયા
  • ૨૩ હજાર રોકડા સહીત ૨.૬૦ લાખનો મુદ્દામાલ કબજે

અંકલેશ્વરઃ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને ૧૪ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 23 હજાર રોકડ મળી કુલ 2.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભરૂચ અને સુરત જીલ્લામાંથી આવ્યા હતા જુગારીઓ

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના ખારોડ ગામ ખાતે મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે, જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પો.ઈ. પી.એસ.બરંડા, પો.સ.ઈ. વાય. જી. ગઢવી સહિતના સ્ટાફે અક્લેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે ઉભા ફળિયામાં રહેતા અનસ લહેરીના મકાનમાં રેડ કરી હતી. જ્યાં ૧૪ જેટલા જુગારીયાઓ મોટાપાયે જુગાર રમી રહ્યા હતા. ભરૂચ, અંકલેશ્વર, વાગરા, સુરત સહિતના વિસ્તારમાંથી અહી જુગારીઓ જુગાર રમવા માટે આવ્યા હતા.

પોલીસે 2.60 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસે મુખ્ય સુત્રધાર અનસ લહેરી, અસલમ લહેરી સહીત ૧૪ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી દાવ પર લગાવેલા ૨૩ હજાર રોકડા તેમજ હોન્ડા સીટી કાર, ૧૧ નંગ મોબાઈલ મળી કુલ ૨ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ABOUT THE AUTHOR

...view details