ભરૂચ: કોરોનાએ દેશમાં કાળ ફેલાવવાનું શરૂ કર્યુ ત્યારથી ભરુચ જિલ્લામાં અંકલેશ્વર સ્થિત જયાબહેન મોદી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 7 મહિનાથી આ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. હાલ સુધીમાં હોસ્પિટલમાં 1 હજારથી વધુ દર્દીઓને સારવાર આપી તેઓને સ્વસ્થ કરવામાં આવ્યા છે. ત્યારે હોસ્પિટલને મેઘમણી કંપની દ્વારા રૂપિયા 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની કોવિડ હોસ્પિટલ જયાબહેન મોદી હોસ્પિટલને મેઘમણી કંપની દ્વારા રૂપિયા 11 લાખનું અનુદાન
અંકલેશ્વર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા અને સરકાર દ્વારા જાહેર કરાયેલા જિલ્લાની સૌ પ્રથમ કોવિડ હોસ્પિટલને મેઘમણી કંપની દ્વારા રૂપિયા 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. જેમાં સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત પોતાનું યોગદાન આપ્યું હતું.
અંકલેશ્વર
કંપનીએ સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત કોવિડ હોસ્પિટલના દર્દીઓની સારવાર માટે આ અનુદાન આપવામાં આવ્યું હતું. કંપની સત્તાધીશો દ્વારા હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી તથા અન્ય ટ્રસ્ટીઓને રૂપિયા 11 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.