ભરૂચ : જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જ્યારે ગુનેગારો પણ કોરોના સંક્રમિત સામે આવી રહ્યા છે.
ભરૂચમાં કોરોના પોઝિટિવ આરોપી સિવિલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ લઈ ફરાર - ભરૂચમાં કોરોના વાઇરસની સંખ્યા
ભરૂચ એ ડિવિઝન પોલીસની કસ્ટડીમાં કોરોના પોઝિટિવ આવેલા આરોપીને સિવિલ હોસપીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઇ નાસી છુટ્યો હતો.
![ભરૂચમાં કોરોના પોઝિટિવ આરોપી સિવિલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ લઈ ફરાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:17:08:1596019628-gj-brc-01-av-aaropi-farar-vis-7207966-29072020155326-2907f-1596018206-347.jpg)
ભરૂચ: કોરોના પોઝિટિવ આરોપી સિવિલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ લઈ ફરાર
ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે છેતરપીંડીના ગુનામાં વિક્રમ કાલે નામના આરોપીની ધરપડક કરી હતી. હાઈકોર્ટનાં આદેશ અનુસાર તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યુ હતું.
આરોપી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોરોનાની સારવાર દરમ્યાન આરોપી તકનો લાભ લઇ ડીસ્ચાર્જ લીધા બાદ ફરાર થઇ ગયો હતો.આ અંગેની જાણ થતાની સાથેજ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો.પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેને શોધવાની કવાયત હાથ ધરી છે.