ભરૂચ: જિલ્લાના અને અંકલેશ્વરના સ્મશાન ગૃહ ખાતે કોરોના દર્દીઓના મૃતદેહની અંતિમ ક્રિયાને લઇ સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો. જેથી સતત ત્રણ દિવસ સુધી જિલ્લામાં હંગામો જોવા મળ્યો હતો. જેને લઇને તંત્રએ આખો વિવાદ ટાળવા અલાયદું કોવિડ સ્મશાનગૃહ ઉભું કર્યુ છે. રાજ્યના પ્રથમ આ કોવિડ હોસ્પિટલમાં 5 સ્વયં સેવકોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. જે નગરપાલિકા પાસેથી મહેનતાણું લઇને મૃતદેહની અંતિમ ક્રિયા કરે છે.
ભરૂચમાં કોરોનાગ્રસ્ત મૃતક દર્દીના અંતિમ સંસ્કાર માટે કોવિડ સ્મશાન ઉભું કરાયું - ભરૂચમાં કોવિડ સ્મશાન
કોરોના દર્દીની અંતિમવિધિ માટે સર્જાયેલા વિવાદ બાદ રાજ્યમાં પ્રથમ વખત ભરૂચ જિલ્લામાં કોવિડ સ્મશાન ઉભું કરવામાં આવ્યું છે. ગોલ્ડન બ્રિજના નર્મદા કિનારે તંત્ર દ્વારા પતરાના શેડના માધ્યમથી તૈયાર કરાવામાં આવેલા આ સ્મશાનમાં મૃતદેહના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ગત 17 દિવસમાં 45 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
ભરૂચમાં કોરોનાગ્રસ્ત મૃતક દર્દીના અંતિમ સંસ્કાર માટે કોવિડ સ્મશાન ઉભું કરાયું
20 જુલાઈથી શરૂ કરવામાં આવેલા આ સ્મશાનગૃહમાં રોટરી સ્મશાનગૃહ લાકડા અને ઘીની વ્યવસ્થા કરી આપે છે. આ ઉપરાંત ગત 17 દિવસમાં 45 પોઝિટિવ દર્દીઓના મૃતદેહ અંતિમવિધિ આ સ્મશાનમાં કરવામાં આવી છે.
ભરૂચમાં કોવિડ સ્મશાન ઉભું થયા બાદ પણ અનેક વિવાદ ઉભા થયા હતા. શરૂઆતમાં આ સ્મશાનમાં લાઈટની સુવિધા નહોતી. જેથી રાત્રિના સમયે એમ્બ્યુલન્સના અંજવાળે મૃતદેહને અંતિમવિધિ કરવામાં આવતી હતી. આવા સમયે ધારાસભ્ય દુષ્યંત પટેલે લાઈટની વ્યવસ્થા કરી આપી છે.