ગુજરાત

gujarat

ETV Bharat / state

કોર્પોરેટ ક્ષેત્રમાં સૌથી મોટું કૌભાંડ : 2015થી બંધ ABG shipyard કંપનીના કર્મચારીઓનો 6 વર્ષનો પગાર બાકી - ABG શીપયાર્ડનું મહાકૌભાંડ

દહેજમાં કાર્યરત ABG શીપયાર્ડનું 22,842 કરોડનું મહાકૌભાંડ (ABG shipyard scam)માં ભરૂચના દહેજ GIDCના જાગેશ્વર ખાતે આવેલ ABG શીપયાર્ડ કંપનીના લેન્ડ લુઝર્સ નોકરી ગુમાવ્યા બાદ શું કહે છે.

દેશનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ: અલગ-અલગ બેન્કોમાંથી 22,842 કરોડની લોન લઈ સત્તાધીશો રફુ ચક્કર
દેશનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ: અલગ-અલગ બેન્કોમાંથી 22,842 કરોડની લોન લઈ સત્તાધીશો રફુ ચક્કર

By

Published : Feb 13, 2022, 7:13 PM IST

Updated : Feb 14, 2022, 8:02 AM IST

ભરૂચ: ABG શીપયાર્ડ કંપની દ્વારા 22842 કરોડનુ કોર્પોરેટ જગતમાં ભારત દેશનું સૌથી મોટું કોભાંડ (ABG shipyard scam) બહાર આવ્યું છે. ABG શીપયાર્ડ કંપની ભરૂચના દહેજ ખાતે આવેલા જાગેશ્વર ગામની હદમાં આવેલી છે. આ કંપની દ્વારા દેશની અલગ-અલગ બેન્કોમાંથી લોન લઈને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં CBI દ્વારા ABG શીપયાર્ડના ડાયરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ કૌભાંડની તપાસ CBI ( CBI on ABG shipyard scam) દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

દેશનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ: અલગ-અલગ બેન્કોમાંથી 22,842 કરોડની લોન લઈ સત્તાધીશો રફુ ચક્કર

દેશનું સૌથી મોટું કૌભાંડ

આ કૌભાંડની દહેજ ખાતે આવેલા જાગેશ્વર ગામના રેહવાસી લોકોને ખબર પડતાં લોકો કંપની પર આવી પહોંચ્યાં હતા અને ગામના રહીશોએ મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, ABG શીપયાર્ડ કંપની દ્વારા દેશનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આજ કંપનીમાં જાગેશ્વરના લેન્ડલુઝરઓને છેલ્લા 6 વર્ષથી પગાર મળતો નથી અને આ કંપની 2006માં કાર્યરત થઈ હતી અને 2015માં બંધ થઈ ગઈ હતી. આમ કંપની તરફથી 6 વર્ષનો પગાર 150 લેન્ડલૂઝર (ABG shipyard land looser) કર્મચારીઓને આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર

સત્તાધીશો રફુ ચક્કર

આ કર્મચારીઓએ સરકારને વિનંતિ કરતા કહ્યું હતું કે, કૌભાંડ આચરીને કંપનીના સત્તાધીશો રફુ ચક્કર થઈ ગયા છે. અમારો 6 વર્ષનો પગાર મળી જાય એવી કોઈ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવે. દહેજના જાગેશ્વર ખાતે બંધ પડેલી ABG શીપયાર્ડ કંપનીમાં બેંકો દ્વારા સિક્યુરિટીના ગાર્ડ પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે જોવુ એ રહ્યુ કે, ABG શીપયાર્ડ કંપનીના લેન્ડલુઝર કર્મચારીઓને 6 વર્ષના બાકી રહેલા પગારના નાણા મળશે કે નહિ..

આ પણ વાંચો:હવે તો ઉત્તર કોરિયાની આવી બની: અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા હવાઈમાં બેઠક કરશે

Last Updated : Feb 14, 2022, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details