ભરૂચ: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચ જીલ્લામાં બુધવારે કોરોના વાઈરસના 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,448 પર પહોંચી છે .
ભરૂચમાં કોરોના વાઈરસના નવા 14 કેસ નોંધાયા - કોરોના અપડેટ ઓફ ભરૂચ
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચ જીલ્લામાં બુધવારે કોરોના વાઇરસના 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,448 પર પહોંચી છે.
![ભરૂચમાં કોરોના વાઈરસના નવા 14 કેસ નોંધાયા Bharuch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:53:30:1602674610-gj-brc-05-av-corona-case-photo-7207966-1410digital-1602674057-102.jpg)
ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જિલ્લામાં કોરોના વાઈરસના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 2,448 પર પહોંચી છે.
મંગળવારે લેવાયેલા 955 સેમ્પલ પૈકી ૧૪ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓને સારવાર અર્થે વિવિધ કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો તંત્રના ચોપડે કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૨૯ દર્દીઓના મોત દર્શાવવામાં આવ્યા છે. આ તરફ ગોલ્ડનબ્રીજ નજીક બનાવવામાં આવેલા રાજ્યના એક માત્ર કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 355 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.