- રાજ્યમાં કોરોનાનો કહેર બેકાબૂ
- ભરૂચના કોવિડ સ્મશાનમાં મૃતદેહોનો ખડકલો
- શુક્રવારની સાંજ સુધીમાં 15 વ્યક્તિઓના અગ્નિ સંસ્કાર
ભરૂચઃ શહેરના એક માત્ર કોવિડ સ્મશાન ખાતે કોરોના સંક્રમિત વ્યક્તિઓના મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવે છે. ભરૂચ-અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારના મૃતદેહો પણ અહીં લાવવામાં આવે છે. ગુરુવારના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 20 મૃતદેહ આવ્યા હતા. શુક્રવારની સવારથી ફરી એકવાર મૃતદેહો આવવાની શરૂઆત થઇ ગઈ હતી અને શુક્રવાર સાંજ સુધીમાં જ 15 વ્યક્તિઓને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. જો કે તંત્રના ચોપડે ગત રોજ 1 મૃત્યુ નોંધાયું હતું. 1 એપ્રિલથી અત્યાર સુધીમાં કોવિડ સ્મશાનમાં જ અંતિમ સંસ્કારનો આંકડો 100ને પાર પહોચ્યો છે.