ગુજરાત

gujarat

ETV Bharat / state

જંબુસરના બિસ્માર માર્ગો બાબતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન - Bismarck route in Jambusar

જંબુસરઃ બિસ્માર માર્ગો બાબતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કોંગ્રેસના કાર્યકરોએ એસ.ટી.ડેપો સર્કલ નજીક ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જંબુસર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે માર્ગો ધોવાતા જંબુસર કોંગ્રેસ દ્વારા એસટી ડેપો સર્કલ પાસે ચક્કાજામ કરાયું હતુ.

જંબુસરના બિસ્માર માર્ગો બાબતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

By

Published : Sep 26, 2019, 3:54 PM IST

છેલ્લા ઘણાં સમયથી જંબુસર શહેરના વિવિધ માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલમાં વરસેલા ભારે વરસાદને પગલે આ ખખડધજ માર્ગો વધુ બિસ્માર બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

જંબુસરના બિસ્માર માર્ગો બાબતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ત્યારે પ્રજાને પડી રહેલ મુશ્કેલીને પગલે જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા એસટી ડેપો સર્કલ પાસે ચક્કાજામ કરી ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે ચક્કાજામ કરાતા વાહનનોની લાંબી લાઈન લાગી ગઈ હતી જેને પગલે તાત્કાલિક દોડી આવી પોલીસ કોંગ્રેસના આગેવાનોને ડિટેઇન કર્યા હતા,

આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય સંજયભાઇ સોલંકી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રભુદાસ મકવાણા, જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કાદરભાઇ મિર્ઝા, કિર્તી રાજ દરબાર, કોંગ્રેસ શહેર પ્રમુખ જાવીદ તલાટી, સાકીર મલેક તેમજ અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details