ભરુચ : કોંગ્રેસના ચાણક્ય કહેવાતાં મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ નેતાગીરી ઉપરતળે થાય એવું ટ્વીટ કર્યું હતું. ફૈઝલ પટેલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી તેની જાહેરાત તેમના ટ્વીટર પર કરી છે. ફૈઝલ પટેલ અને સી આર પાટીલની મુલાકાતથી ગુજરાત અને ભરૂચના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
અહેમદ પટેલનું ચાવીરુપ સ્થાન હતું : અહેમદ પટેલે આખી જિંદગી કોંગ્રેસમાં ગાળી હતી અને તેઓ સોનિયા ગાંધીના સલાહકાર રહ્યા હતાં. એટલે કે અત્યાર સુધી તમામ ચૂંટણીમાં અહેમદ પટેલે રાજકીય રીતે ખૂબ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.. તેમજ ગુજરાત કોંગ્રેસ અને કોંગ્રેસના મોવડીમંડળ સાથે તેઓ કડી સમાન હતા. અહેમદ પટેલ રાજકારણના ચાણક્ય ગણાતા હતા. કોંગ્રેસમાં તેમની સલાહથી તમામ કામ થતાં હતાં.
ફૈઝલ નારાજ છે : અહેમદ પટેલના અવસાન પછી તેમના પુત્ર ફૈઝલનું કોંગ્રેસમાં માન સમ્માન જળવાયું નહી હોય તેવી વાતો રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. અહેમદ પટેલના અવસાન પછી કોંગ્રેસમાં તેમને કોઈ હોદ્દો કે કોઈ બેઠક માટે આંમત્રણ પણ અપાયું નથી. આથી કદાચ તેઓ નારાજ હોઈ શકે છે.
બે વાર પાટીલને મળ્યાં : બીજી તરફ ફૈઝલ અહેમદ પટેલ દ્વારા ટ્વીટ કરાયેલા બે ફોટા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને બે વખત મળ્યા તે વખતના છે. ફોટા પર સ્પષ્ટ થાય છે કે ફૈઝલના બે ફોટામાં તેમનો ડ્રેસ અલગઅલગ છે.આ ટ્વીટ પરથી એવું અનુમાન પણ લગાવી શકાય તે તેઓ સુરતમાં મળ્યાં હોઇ શકે. જો કે તેમણે પાટીલ સાથે શું ચર્ચા કરી હશે તે તો સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી. પણ જે હશે તે સત્ય આગામી દિવસોમાં બહાર આવશે.
અટકળોનો વિષય શું : ફૈઝલ પટેલ બીજેપીમાં જોડાવાનો સંકેત આપી રહ્યાં છે ? ફૈઝલ પટેલની સી આર પાટીલ સાથેની મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર થતા ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો શરુ થઈ છે. શું ફૈઝલ પટેલ ભાજપ જોઇન કરશે અને કોંગ્રેસ છોડશે કે નહીં તે હાલ કશું સ્પષ્ટ થયું નથી. મુલાકાત અંગે ફૈઝલ પટેલ કે સી આર પાટીલનું આગળનું નિવેદન પણ જોવા મળ્યું નથી ત્યારે કયા કારણોસર મુલાકાત યોજાઇ હતી તે હાલમાં તો અટકળોનો વિષય છે.
- સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલે રાજકારણમાં એન્ટ્રી અંગે સંકેત આપતા કહ્યું, હાઈકમાન્ડ નક્કી કરે તો કંઈ પણ થઈ શકે..
- અહેમદ પટેલની જગ્યાએ તેમનો પુત્ર ફૈઝલ રાજનીતિમાં આવશે આપ્યા સંકેત
- ફૈઝલ પટેલનું દુઃખ, ગેહલોતના OSD મારો ફોન ઉપાડતા નથી