ભરૂચ: જિલ્લા નગર સેવા સદનમાં વિપક્ષ કોંગ્રેસના નેતા સમસાદ સૈયદ અને અન્ય સભ્યો દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચમાં ઉનાળાના સમયમાં પાણીની તંગી ન સર્જાય તે માટે કોંગ્રેસની રજૂઆત - કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત
ભરૂચ નગર સેવા સદનના તમામ વોર્ડમાં ઉનાળાના સમયમાં પાણીની વિતરણ વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવાની માગ સાથે કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચમાં ઉનાળાના સમયમાં પાણીની તંગી ન સર્જાય તે માટે કોંગ્રેસની રજૂઆત
હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને સાથે જ રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. ત્યારે શહેરના તમામ 11 વોર્ડમાં પાણી નિયમિત મળે અને સાથે જ જે જગ્યાએ ટાંકી અથવા પાઈપનું સમારકામ કરવાનું હોય એ કામગીરી તાકીદે શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.