ભરૂચઃ લોકડાઉનના સમયમાં ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણની 93.67 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. લોકડાઉન વચ્ચે ભરૂચ જિલ્લામાં કુલ 1,54,396 રેશન કાર્ડ ધારકો સામે 1,44,634 રેશન કાર્ડ ધારકોએ વિનામૂલ્યે અનાજ મેળવ્યું છે.
લોકડાઉન વચ્ચે ભરૂચ જિલ્લામાં રેશનકાર્ડ ધારકો માટેની 93.68 ટકા કામગીરી પૂર્ણ - NFSA
લોકડાઉનના સમયમાં ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણની 93.67 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. લોકડાઉન વચ્ચે ભરૂચ જિલ્લામાં કુલ 1,54,396 રેશન કાર્ડ ધારકો સામે 1,44,634 રેશન કાર્ડ ધારકોએ વિનામૂલ્યે અનાજ મેળવ્યું છે.
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લાગુ કરાયેલાં લોકડાઉન દરમિયાન NFSA રેશન કાર્ડ ધરાવતાં પરિવારોને સરકારની સુચના અનુસાર, નિયત કરેલ પ્રમાણ મુજબ ઘઉં, ચોખા, ખાંડ, મીઠા, દાળના જથ્થાનું વિતરણ પહેલી એપ્રિલથી પાંચમી એપ્રિલ દરમિયાન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં કુલ 1,54,396 રેશન કાર્ડધારકો સામે 1,44,634 રેશન કાર્ડધારકોએ વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, મીઠુ અને દાળ મેળવ્યા છે.
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણની કામગીરી 96.68 ટકા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર જરૂરીયાતમંદ તમામ લોકોને ફુડ બાસ્કેટ કીટ પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં છે. આ સંજોગોમાં કોઈ લોકો અથવા પરિવાર રાશન ફુડ બાસ્કેટ કીટથી વંચિત રહી ગયું હોય તો તે અંગે જિલ્લા કંટ્રોલ રૂમ નં.02642-1077/ 02642-242300 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.