અંકલેશ્વરમાં 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન - Dasshera celebration in bharuch
ભરૂચઃ અંકલેશ્વર ઓ.એન.જી.સી.ખાતે દશેરા પર્વ નિમિત્તે 50 ફૂટ ઊંચા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતુ. આસુરી શક્તિ અને દૈવી શક્તિના વિજયના પર્વ દશેરાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર ઓ.એન.જી.સી.ખાતે પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાવણ વધનું પાત્ર ભજવવામાં આવ્યું હતું. ત્યારબાદ 50 ફૂટ ઊંચા રાવણ,મેઘનાદ કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વરસાદી માહોલને ધ્યાને લઈ 700 મીટર સાડીના ઉપયોગથી ત્રણેય પૂતળા બનાવવામાં આવ્યા હતા. રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન