ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં નર્મદા નદી અને સમુદ્રના સંગમ સ્થળે મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે પૂજન અર્ચન કર્યું - CM shivrajsinh chauhan bharuch visit

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મૂલાકાતે છે, ત્યારે તેમણે ભરૂચમાં દહેજ ખાતે નર્મદા નદી અને સમુદ્રના સંગમ સ્થળે આરતી કરી હતી.

CM શિવરાજસિંહ ચૌહાણ
CM શિવરાજસિંહ ચૌહાણ

By

Published : Apr 1, 2021, 1:24 PM IST

  • ભરૂચ મુલાકાતનો આજે બીજો દિવસ
  • ઝાડેશ્વરના મનન આશ્રમની પણ મૂલાકાત લીધી
  • સાંજે નવસારી ખાતે દાંડીયાત્રામાં જોડાશે

ભરૂચ: નર્મદા નદી અને સમુદ્રના સંગમ સ્થળે મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે પૂજન અર્ચન કર્યું. તેમની ભરૂચ મુલાકાતનો આજે ગુરૂવારના રોજ બીજો દિવસ છે, ત્યારે સાંજે તેઓ નવસારી ખાતે દાંડિયાત્રામાં પણ ભાગ લેશે.

CM શિવરાજસિંહ ચૌહાણે નર્મદામની આરતી કરી

આ પણ વાંચો:ભરૂચમાં MPનાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરી

શિવરાજસિંહ ચૌહાણની નર્મદા ભકિત

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ બે દિવસની ભરૂચની મુલાકાતે છે. તેઓ ગુરૂવારે નવસારી ખાતે દાંડિયાત્રામાં ભાગ લેશે, એ પૂર્વે ભરૂચના દહેજ ખાતે નર્મદા નદી અને સમુદ્રના સંગમ સ્થળે પૂજન અર્ચન કર્યું હતું. ત્યાર બાદ તેઓ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા મનન આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. CMની ભરૂચ મુલાકાતને લઈ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

આ પણ વાંચો:સુરતમાં રીક્ષા ચાલકના ઘરે શિવરાજસિંહ ચૌહાણે કર્યો ચા-નાસ્તો

ABOUT THE AUTHOR

...view details