ભરૂચઃ કોરોના મહામારી વચ્ચે ૭ મહિના બાદ આજથી ભરૂચના મલ્ટીપ્લેક્સ શરૂ થયા છે. જોકે, પ્રેક્ષકો ન હોવાના કારણે પ્રથમ દિવસે તમામ શો બંધ રહ્યા હતા. સરકારે સિટિંગ અરેન્જમેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મલ્ટિપ્લેક્સ શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. સમગ્ર દેશમાં સિનેમાઘરો ખુલી ગયા છે.
ભરૂચમાં સિનેમાઘરો ખૂલ્યા, પ્રથમ દિવસે કોઈ ફિલ્મ જોવા ન આવ્યું - સિનેમાઘરો ખાલી
ભરૂચમાં કોરોનાને કારણે બંધ રહેલા મલ્ટિપ્લેક્સ આખરે 7 મહિના પછી શરૂ થયા છે. પ્રેક્ષકો ન હોવાના કારણે પ્રથમ દિવસે તમામ શો બંધ રહ્યા હતા. જ્યારે સિનેમા હોલમાં સેનિટાઈઝેશન કરી સાફ સફાઈ કરવામાં આવી હતી. જોકે, લોકોમાં કોરોનાનો ડર ઓછો ન થવાના કારણે અત્યારે એક પણ વ્યક્તિ મલ્ટિપ્લેક્સમાં ફરક્યું ન હતું.
ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા આઈનોક્સ, શાલીમાર આઈનોક્સ અને ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા આઈનોક્ષ મલ્ટીપ્લેક્સ શરૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે આઈનોક્સના તમામ મલ્ટીપ્લેક્સમાં ત્રણ શો રાખવામાં આવ્યા હતા. જોકે, પ્રેક્ષકો ન હોવાના કારણે પ્રથમ દિવસે તમામ શો બંધ રહ્યા હતા તો બીજી તરફ સંચાલકો દ્વારા સેનેટાઈઝિંગ સાથે સાફ સફાઈ કરવામાં આવી હતી. પ્રેક્ષકો મલ્ટીપ્લેક્સમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસી ફિલ્મ નિહાળવાનો આનંદ માણી શકશે. જોકે, હાલ પુરતા મલ્ટીપ્લેક્સમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ બંધ રહેશે.