- ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાનો વીજ ચોરીના કેસમાં મળી સજા
- ઝઘડિયા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો
- રાજકિય દ્વેષ રાખી ખોટા કેસ કરવામાં આવ્યા હતા : છોટુ વસાવા
ભરૂચ : ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવા પર 1993ના વર્ષમાં તેમના ગામ ધારોલી ગ્રામ પંચાયતના બોરમાંથી લાઈન જોડી વીજ ચોરી કરવામાં આવી રહી છે, જે શંકાના આધારે ત્રણ ફરિયાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની વાલિયાના જુનિયર એન્જિનિયર કે. એમ. પરમાર તથા એમ. એ. ભાવસાર દ્વારા કરવામાં આવી હતી તથા બીજી બે વીજ ચોરીની ફરિયાદ શંકાના આધારે આર. પી. ગોટાવાલા તથા એમ. એ. ભાવસાર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી.
28 વર્ષ ચાલ્યો કેસ
છોટુ વસાવા પર દસ દિવસમાં થયેલી પાંચ ફરિયાદ અંગેનો કેસ ઝઘડિયા કોર્ટમાં ચાલતો હતો. ગુજરાત હાઇકોર્ટ તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચ મુજબ પાંચ વર્ષ જૂના તમામ કેસોને રેડ માર્કિંગ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જો કે આ કેસ ફરીથી રિઓપન કરવામાં આવ્યા હતા. 28 વર્ષથી વધુ ચાલેલા વીજ ચોરીના કેસમાં આજે શનિવારે ઝઘડિયા કોર્ટે ધારાસભ્ય છોટુ વસાવાને તમામ પાંચ કેસોમાં નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.