ગુજરાત

gujarat

ETV Bharat / state

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા.

વેલમાર્ક લો પ્રેશર ઈફેક્ટ
વેલમાર્ક લો પ્રેશર ઈફેક્ટ

By

Published : Oct 18, 2020, 4:08 AM IST

  • અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર
  • ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો
  • અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યાં

ભરૂચ: અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે ભરૂચ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આ સાથે ભરૂચ શહેર, આમોદ, વાગરા અને હાંસોટ પંથકમાં વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં ચિંતા

આ વરસાદના કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

વેલમાર્ક લો પ્રેશર સક્રિય

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. ત્યારે આગામી સમયમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ સાથે જ સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા અગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ આપવામાં આવી છે.

વાતાવરણમાં પ્રસરી ઠંડક

હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરુચ શહેર, આમોદ, વાગરા અને હાંસોટમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details