-ડ્રાઇવરે જ માલિકના 20 લાખની ચોરી કરવા રચ્યું હતું ષડ્યંત્ર
-ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે ડ્રાઇવર સહિત 4 આરોપીની કરી ધરપકડ
ભરૂચઃ અંકલેશ્વરમાં માર્ચમ માસમાં થયેલી રૂપિયા 20 લાખની ચોલ્ઝાદ્પ્માં મોટો ખુલાસો થયો છે. જેમાં માલિકાના ડ્રાયવરે જ સમગ્ર ગુન્હાને અન્ય મિત્રોની મદદથી અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ગુનાની વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વરના આદેશ્વર એનવ્યું ખાતે રહેતા અને રાજપીપળા ચોકડી પાસે મીઠા ફેકટરી ચલાવતા અનોખીલાલ રતનલાલ જૈન ગત તારીખ 18 માર્ચના રોજ સાંજના સમયે કામદારોનો પગાર કરવાનો હોવાથી પ્રતિન વિસ્તારમાં આવેલા સિલ્વર પ્લાઝા સ્થિત આંગડિયા પેઢીની ઓફિસમાં છૂટા પૈસા લેવા ગયા હતા. જેઓ બે કલાક આંગડિયા પેઢીમાં બેઠા બાદ પણ છૂટા નહીં મળતા બહાર આવ્યા હતા અને પોતાની સ્વિફ્ટ કારમાં ચાલક હરેશ પટેલ સાથે બેઠા હતાં.
અંકલેશ્વરમાં માર્ચ માસમાં થયેલા રુપિયા 20 લાખની ચીલઝડપનો ભેદ ઉકેલાયો તે દરમિયાન કાર ચાલક રિવર્સ લેવા જતાં કારનું સાયર્ન વાગતા તેઓ ચાલક સાથે નીચે ઉતર્યા હતા. આ વેળાએ કારની ખાલી સાઈડના ખુલ્લા દરવાજાનો લાભ ઉઠાવી ગઠિયો રૂપિયા 20 લાખ ભરેલ થેલી લઈ ફરાર થઈ ગયો હતો. આ ચીલઝડપની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસે તપાસ શરુ કરતા સમગ્ર ઘટના પાછળ કાર ચાલક હરેશ પટેલનો હાથ હોવાનું અભાર આવ્યું હતું. હરેશ પટેલને રૂપિયાની જરૂર હોય તેણે તેના મિત્ર અને સુરતમાં ગેરેજ ધરાવતા સાદિક સૈયદ સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેઓએ સુરતના જ સોનું સિંહ ઐયુબ અને રણજીત સહીત અન્ય બે વ્યક્તિઓને સામેલ કર્યા હતા અને ગુનાને અંજામ આપ્યો હતો.
જે દિવસે આરોપીઓએ પ્રથમ અંકલેશ્વર આવી ફરિયાદીના ઘરની રેકી કરી હતી, જે બાદમાં આંગંડિયા પેઢી નજીક ડ્રાઇવર હરેશ પટેલે પ્લાન મુજબ કારનો પાછળનો દરવાજો ખુલ્લો રાખતા અને બે આરોપીઓ રૂપિયા ભરેલ બેગ લઇ ફરાર થઇ ગયા હતા, બાદમાં તેઓએ રૂપિયા 20 લાખની સરખા ભાગે વહેંચણી કરી હતી. ઝડપાયેલા આરોપીઓ મોટો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. જેમાં હરેશ અને સાદિક હાંસોટમાં મારામારીના ગુનામાં તેમજ સુરતમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા છે. જ્યારે ઐયુબ અને સોનુંસિંહ દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ મથકમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાયો છે. પોલીસે આ ચાર આરોપીઓની ધરપકડ કરી અન્ય બે આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.