આમોદ નજીક માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થયા છે. મૃતક આમોદથી રણુજભોજ ગામે મેળામાં જતાં હતાં, ત્યારે રોંઢ ગામના પાટીયા નજીક કાર ચાલક છત્રસિંહ ચૌહાણે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી પૂર ઝડપે જતી કાર પલ્ટી ગઈ હતી.
આમોદ નજીક કાર પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત - ભરૂચમાં અકસ્માત ન્યૂઝ
ભરૂચઃ શહેર પાસે આવેલાં આમોદ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવાતા કાર પલ્ટી ગઈ હતી. જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયાં છે.
આમોદ નજીક કાર પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત
કારમાં સવાર 3 લોકોના ગંભીર ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. તે દરમિયાન 3 કાર સવારના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલક છત્રસિંહ ચૌહાણ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.