ભરૂચ: રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું હતું. ત્યારે શહેરની જંબુસર ચોકડી નજીકનો માર્ગ પણ બિસ્માર બન્યો છે. તંત્રને વારંવારની રજૂઆત છતાં પણ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો રોષે ભર્યા હતા અને અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો.
ભરૂચમાં બિસ્મારમાં રસ્તાઓનું સમારકામ નહીં કરાતા સ્થાનિકોનો અનોખો વિરોધ
ભરૂચના બિસ્માર માર્ગોનું સમારકામ નહીં કરાતા પશ્વિમ વિસ્તારના રહીશો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં રહીશોએ રસ્તામાં પડેલા ખાડામાં વૃક્ષો વાવીને વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ: બિસ્મારમાં માર્ગોનું સમારકામ નહિ કરાતા પશ્વિમ વિસ્તારના રહીશોનો અનોખો વિરોધ
પશ્વિમ વિસ્તારના રહીશોએ માર્ગ પર પડેલા ખાડામાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
હવે જોવાનું એ રહ્યું કે, તંત્રના કાને અવાજ પહોંચે છે કે નહીં અને રસ્તાઓનું સમારકામ કરવામાં આવે છે કે નહીં.