- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
- 3 તાલુકાના 28 ગામોની જમીન સંપાદનની પ્રક્રિયા
- દહેગામ નજીક બનશે ટર્મિનસ
ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનનું કામકાજ ભરૂચ જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 28 ગામોની જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
કુકરવાડાના બ્રીજ પરથી થશે પસાર
ભરૂચ જિલ્લાના આમોદ, ભરૂચ અને અંકલેશ્વર એમ 3 તાલુકાઓમાંથી પસાર થશે. આ માટે 28 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે. બુલેટ ટ્રેનનું મુખ્ય ટર્મિનસ ભરૂચ શહેરને અડીને આવેલું દહેગામ નજીક બનશે, તો નજીકમાં જ આવેલા કુકરવાડા ગામ પાસે નર્મદા નદી પર જે બ્રીજ બનાવવામાં આવ્યો છે તેના પરથી બુલેટ ટ્રેન પસાર થશે.
ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ પૂરજોશમાં ખેડૂતો કરી રહ્યા છે અન્યાયના આક્ષેપ
ભરૂચ જિલ્લામાં ખેડૂતોના વિરોધ વચ્ચે આ પ્રોજેક્ટ માટે 50 ટકા જેટલી જમીન સંપાદિત થઇ ચૂકી છે. જ્યારે બાકીની જમીનોના સંપાદનનું કામ પ્રગતિમાં છે. એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે માહિતી આપી હતી કે, સરકાર દ્વારા જે ખેડૂતો જમીન માટે સંમતિ દર્શાવે તેમને રૂપિયા 5 લાખ તેમજ 2011ની જંત્રીમાં 52.17 ટકાનો વધારો કરી તેને 2 નો ગુણાંક આપી તે રકમ પર 100 ટકા આશ્વાસન રકમ તેમજ બજાર કિંમત ઉપર 25 ટકાનો વધારો આપી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં ન આવતી હોવાના કારણે ખેડૂતોને અન્યાય થઇ રહ્યો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. અને 2011ની જંત્રીમાં 52.17 ટકાનો વધારો આપવાની માગ ખેડૂતો કરી રહ્યા છે.
જિલ્લાને થશે ફાયદો
ભરૂચ એક ઓદ્યોગિક જિલ્લો છે ત્યારે બુલેટ ટ્રેનના કારણે તેને ઘણો ફાયદો થશે જે ચોક્ક્સ છે. ભરૂચ શહેર નજીક જ ટર્મિનસ બનતા વધુમાં વધુ લોકો બુલેટ ટ્રેનની રોમાંચક સફરનો આનંદ માણી શકશે. આથી જ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.