ભરૂચ :બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ગુજરાતના ભરૂચ ખાતે પણ સ્ટોપેજ આપવામાં આવેલું છે. ભરૂચના મનુબર ગામ નજીક બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવેલું છે. જેના રેલવે સ્ટેશનનું કામ પણ શરૂ કરી દેવામાં આવેલ છે. મનુબર ગામ નજીક બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશનનું ભવ્ય નિર્માણ થશે. ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે 31.3 કિલોમીટર જેટલી રેલ્વે લાઈન પાસ થશે. આ ઉપરાંત ટ્રેનના પ્રોજેક્ટ માટે જિલ્લામાંથી ટોટલ 783 પીલર ઊભા કરવામાં આવશે. જેનું 40 ટકા કામ પૂર્ણ થવાને આરે છે.
નર્મદા નદી પર બ્રિજ : ભરૂચમાં નર્મદા નદીમાં ભરતીને લઈ બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણમાં મુખ્ય પુલની બન્ને બાજુ 8 મીટર પહોળાઈના કામ ચલાઉ 2 એક્સેસ બ્રિજનું ચાલતું નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા બ્રિજ બાદ તાપી અને મહી બ્રિજ 720 મીટરની લંબાઈ સાથે બીજા નંબરે લંબાઈમાં રહેશે. ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ બનવાની તૈયારીમાં છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ NHSRCLએ જણાવ્યું હતું કે બ્રિજ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
પુલના બાંધકામની સરખામણી : NHSRCLના દ્વારા માહિતી આપવામાં આવેલી કે, નવીનતમ ટેક્નોલોજીના અનુકૂલનની બાંધકામનો સમય કોઈપણ નદી પરના પુલના બાંધકામની સરખામણીમાં લગભગ અડધો ટાઈમ થઈ જશે. અમે તેને 2024 સુધીમાં પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ. શર્મા જમ્મુ ઉધમપુર કટરા પ્રોજેક્ટનું નિર્માણ કરનારી ટીમનો પણ એક ભાગ હતા.