ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા મળી

ભરૂચ નગર સેવા સદનમાં બુધવારે બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી. જેમાં રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી.

બજેટને સર્વાનુમતે મળી મંજૂરી
બજેટને સર્વાનુમતે મળી મંજૂરી

By

Published : Mar 31, 2021, 5:18 PM IST

  • ભરૂચનું રૂપિયા 8.67 કરોડનું બજેટ
  • બજેટને સર્વાનુમતે મળી મંજૂરી
  • વિપક્ષે બજેટને બોગસ ગણાવ્યું

ભરૂચ: જિલ્લામાં ચૂંટણી બાદ 31 માર્ચના રોજ ભરૂચ નગર સેવા સદનના સભા ખંડમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નિના યાદવ અને ચીફ ઓફિસર સંજય સોની તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી. શહેરના બિસ્માર બનેલા માર્ગોના નવીનીકરણના કામોને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરનો સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનો સત્તાપક્ષે દાવો કર્યો છે.

ભરૂચનું રૂપિયા 8.67 કરોડનું બજેટ

આ પણ વાંચોઃખંભાળિયા નગરપાલિકાનું 2.57 કરોડનું બજેટ રજૂ કરાયું

વિપક્ષે બજેટને બોગસ ગણાવ્યું

આ તરફ વિપક્ષ કોંગ્રેસે બજેટને બોગસ ગણાવ્યું છે. કોંગ્રેસના નેતા સમસાદ સૈયદે જણાવ્યું હતું કે, શાસકોએ બોગસ બજેટ રજૂ કર્યું છે. બજેટમાં જે આંકડા આપવામાં આવ્યા છે તે ખોટા છે અને સરકારમાંથી આવેલા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઉપયોગ વગર આમ જ પડી રહી છે.

આ પણ વાંચોઃનવસારી-વિજલપોર નગરપાલિકાનું પ્રથમ 555.52 કરોડનું બજેટ મંજૂર

ABOUT THE AUTHOR

...view details