- ગુજરાતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને AIMIM સાથે મળીને ચૂંટણી લડશે તેવી સત્તાવાર જાહેરાત
- AIMIMના સાંસદ ઈમ્તિયાઝ ઝલીલ તથા બી.ટી.પીના છોટુ વસાવા વચ્ચે મુલાકાત યોજાઇ હતી
- ગુજરાતની જનતાનો દબાયેલા અવાજને બન્ને પક્ષ સાથે મળીને ઉંચકીશું: સાંસદ ઈમ્તિયાઝ ઝલીલ
ભરૂચઃ ભારતીય ટ્રાયબલ પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન હતું, પરંતુ તેજેતારમાં રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક બેઠક ઉપર કોંગ્રેસ તથા ભાજપાએ ભેગા મળી, બી.ટી.પીના ઉમેદવારને હરાવ્યો હતો, જેનાથી ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતાઓ નારાજ થયા હતા અને કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું. ત્યાર બાદ બી.ટી.પી દ્વારા AIMIM સાથે વાત કરી હતી, જેના પગલે AIMIMના મહારાષ્ટ્રનો સાંસદ ઈમ્તિયાઝ ઝલીલ તથા પૂર્વ ધારાસભ્ય વારીશ પઠાણ ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા હતા. શનિવારના રોજ તેઓએ બી.ટી.પી.ના અધ્યક્ષ મહેશ વસવા તથા છોટુ વસાવા સાથે તેઓના માલાજીપુરા સ્થિત નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. બંધ બારણે બેઠક થયા બાદ બને પક્ષો દ્વારા સત્તાવાર રીતે ગઠબંધનની જાહેરાત કરી હતી.
ભાજપ અને કોંગ્રેસ લોકોનો અવાજ દબાવી રહ્યું છે: છોટુ વસાવા
ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપા અને કોંગ્રેસ ગરીબોના અવાજને દબાવે છે, ત્યારે હૈદરાબાદમાં ઓવેશી જે પ્રકારનું કાર્ય કરી રહ્યા છે તેવું કાર્ય ગુજરાતમાં કરીશું. હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી કડવા ભાષણ માટે જાણીતા છે. તેમને TRS સાથે મળીને તેલંગણામાં સરકાર બનાવી છે.