ગુજરાત

gujarat

ETV Bharat / state

પેપર લીક મામલે ભાજપ સરકારને વર્લ્ડ રેકોર્ડ આપવા કાલે ગિનિસ બૂકની મીટીંગ મળી: અરવિંદ કેજરીવાલ

ગુજરાત સ્થાપના દિવસે જ ભરૂચના વાલિયા તાલુકાના ચંદેરીયા ગામથી બિટીપી અને આપનું ગઠબંધન થયું છે. આદિવાસી સંકલ્પ મહાસમેલનમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત (Kejriwal gujarat visit)માં વહેલી ચૂંટણીના પડઘમ વચ્ચે સરકાર આપથી ડરતી હોવાનુ નિવેદન કર્યુ હતુ. સાથે જ કહ્યું હતું કે, ગુજરાતને બદલવાનું કામ BTP સાથે આપ કરશે. છોટુ વસાવાએ કહ્યું કે, BTP – આપને સહકાર આપી સરકાર બદલી નાખો.

પેપર લીક મામલે ભાજપ સરકારને વર્લ્ડ રેકોર્ડ આપવા કાલે ગીલીસ બૂકની મીટીંગ મળી: અરવિંદ કેજરીવાલ
પેપર લીક મામલે ભાજપ સરકારને વર્લ્ડ રેકોર્ડ આપવા કાલે ગીલીસ બૂકની મીટીંગ મળી: અરવિંદ કેજરીવાલ

By

Published : May 1, 2022, 6:54 PM IST

Updated : May 2, 2022, 1:14 PM IST

ભરૂચ:વાલિયાના ચંદેરીયા ગામે આદિવાસી સંકલ્પ મહા સંમેલન મળ્યું હતું. બિટીપી અને આમ આદમી પાર્ટીના ગઠબંધન (Aap btp alliance)ને છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલે (Kejriwal gujarat visit) સમર્થન આપી 6.50 કરોડ ગુજરાતીઓને એક મોકો આપવાનુ મંચ પરથી આહવાન કર્યું હતું. ગુજરાત સ્થાપના દિવસે (Gujarat foundation day) જ ભરૂચના વાલિયા તાલુકાના ચંદેરીયા ગામથી બિટીપી અને આપનું ગઠબંધન થયું છે. આદિવાસી સંકલ્પ મહાસમેલનમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણીના પડઘમ વચ્ચે સરકાર આપથી ડરતી હોવાનો મત જાહેર કર્યો હતો.

પેપર લીક મામલે ભાજપ સરકારને વર્લ્ડ રેકોર્ડ આપવા કાલે ગીલીસ બૂકની મીટીંગ મળી: અરવિંદ કેજરીવાલ

ગંદી રાજનીતિ અને ભ્રષ્ટાચારની પાર્ટી: દિલ્હીના સી.એમ. કેજરીવાલે ભાજપને 6.50 કરોડ ગુજરાતીઓમાંથી એક કાબીલ નેતા નહિ મળતા પ્રદેશ અધ્યક્ષ મહારાષ્ટ્રના સી.આર.પાટીલને બનાવવાના મુદ્દા પર નિશાન (Kejriwal on c r patil) સાંધ્યું હતું. ભાજપને ગુંડાઓની, ગંદી રાજનીતિ અને ભ્રષ્ટાચારની પાર્ટી ગણાવી હતી. તો કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. બે અમીરો માટે કામ કરતી પાર્ટી છોડી ગરીબોની પાર્ટી આપ અને બિટીપીને મત આપવા મંચ પરથી નિવેદન કર્યું હતું.

આ નાલાયક લોકોને દૂર કરવાના છે:ગુજરાતના લોકો પાસે પ્રેમ માંગવા આવ્યો હોવાનું કહી, ભાજપનો ઘમંડ અહંકાર તોડવા એક વખત આપ-બિટીપીને મત આપવા હુંકાર કર્યો હતો. બિટીપી ધારાસભ્ય છોટુ વસાવા (Btp mla chhotu vasava)એ જાહેર મંચ પરથી એલાન કર્યું હતું કે, ગુજરાતમાં bTP – આપની સરકાર બનશે અને કેન્દ્રમાં બે ભાઈ બેઠા છે તે પાછા ઘેર આવશે. આપણે બધા ભેગા થઈ આ નાલાયક લોકોને દૂર કરવાના છે.

આ પણ વાંચો:Gwalior Firing LIVE Video : પારિવારિક જમીન વિવાદમાં પિતા-પુત્રની ફાયરિંગનો લાઈવ વીડિયો

BTP ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, દેશમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ ચિંતા છે. એ વખતે કે ગુજરાતમાં શુ થવાનું છે. ભાજપ-કોંગ્રેસ વાળા સમજી લે હજી તો ટાઇગર જીંદા હે. આપ અને BTP સરકાર બનાવી 2022માં ગુજરાતમાં પંજાબવાળી કરશે. ગુજરાતની તમામ પ્રજાને શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ, રોજગારી, સસ્તી વીજળી, પાણી અને વિકાસ માટે આપ અને બિટીપી ગુજરાતમાં આવ્યા હોવાનું અંતમાં કહ્યું હતું.

આ પણ વાંચો:Cm Weapons Demonstration: પોલિસ હેડક્વાટર્સ ખાતેના શસ્ત્ર પ્રદર્શનની મુખ્ય પ્રધાને મુલાકાત લીધી

Last Updated : May 2, 2022, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details