ગુજરાત

gujarat

By

Published : Oct 13, 2019, 5:01 PM IST

ETV Bharat / state

માનવભક્ષી PUBGએ વધુ એક યુવાનનો ભોગ લીધો

ભરૂચઃ PUBG ગેમના વળગાળે એક યુવાનનો ભોગ લીધો. ચાવજ રેલ્વે સ્ટેશને ટ્રેક નજીક ગેમ રમવામાં મશગુલ યુવાનનું ડબલ ડેકર સુપર ફાસ્ટ ટ્રેનની અડફેટે આવી જતા મોત. ગેમ રમવામાં મશગુલ યુવાનને ટ્રેનનો અવાજ ન સંભળાતા જીવ ગુમાવ્યો.

boy-died-while-playing-pubg-in-bharuch

PUBG ગેમ યુવાનમાં ખુબ પ્રચલિત છે. ચાવજ રેલ્વે સ્ટેશન પર રેલ્વે ટ્રેક નજીક PUBG ગેમ રમવામાં મશગુલ યુવાનનું ડબલ ડેકર સુપરફાસ્ટ એક્ષ્પ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું.

ગેમ રમવામાં મશગુલ યુવાનને ટ્રેનનો અવાજ ન સંભળાતા જીવ ગુમાવ્યો

PUBG ગેમના વળગાળ એક આશાસ્પદ યુવાનનો જીવ લીધો છે. ભરૂચ તાલુકાના પગુથણ ગામે રહેતો ૧૯ વર્ષીય મુસ્તકિન ફારૂકભાઈ દીવાન અંકલેશ્વરના પાનોલી ખાતે આવેલ ખાનગી કંપનીમાં ઈન્ટરવ્યું આપવા ઘરેથી નીકળ્યો હતો.ચાવજ રેલ્વે સ્ટેશન પર તે ટ્રેનની રાહ જોતો હતો. એ દરમિયાન રેલ્વે ટ્રેક નજીક મોબાઈલમાં PUBG ગેમ રમી રહ્યો હતો. યુવાન ગેમ રમવામાં એટલો મશગુલ હતો કે, તેને ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો આથી વડોદરા તરફથી આવતી ડબલ ડેકર સુપરફાસ્ટ એક્ષપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયો જ્યા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

PUBG ગેમની લતના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details