ભરૂચઃ કોરોનાની મહામારી વચ્ચે આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પુરક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. માસ્ક અને સેનેટાઈઝર સાથે વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ અપાયો હતો. સોમવારે ગુજકેટની પરીક્ષા બાદ મંગળવારથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 3098 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 819 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા છે.
કોરોનાની મહામારી વચ્ચે આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ - Gujarat Board
વૈશ્વિક મહામારી વચ્ચે આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝર સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ અપાયો હતો.
કોરોનાની મહામારી વચ્ચે પણ ધોરણ 10 અને 12 બોર્ડની પુરક પરિક્ષાઓનો પ્રારંભ
પૂરક પરીક્ષા માટે ધોરણ 10 માટે 15 કેન્દ્ર અને ધોરણ 12 માટે 5 કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઇઝર સાથે પ્રવેશ અપાયો હતો અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 27 ઓગસ્ટ સુધી ધોરણ 12ની અને 28 ઓગસ્ટ સુધી ધોરણ 10ની પરીક્ષા યોજાશે.
જોકે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી.