દહેજ: દહેજ ખાતે આવેલી ભારત કેમિકલ કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ (Fire Accident with Blast) થતા દોડધામ મચી ગઈ હતી. વિસ્ફોટને કારણે આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાંના ગોટેગોટા જોવા મળ્યો હતા. ધડાકાને કારણે આસપાસના ગામમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે. બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આસપાસના ગામ સુધી પડઘાયો હતો. આ ઘટનામાં કુલ 15થી વધારે શ્રમિકો દાઝી (More than 15 Worker Burn) જતા સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં (Treatment in Private Hospital) ખસેડાયા છે. એગ્રો કેમિકલ્સ અને પેસ્ટિસાઈડ્સ (Agro Chemicals And Pesticide) કંપનીની સાઈટમાં આ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક રીપોર્ટ અનુસાર કંપની સાઈટમાં બોઈલર (Boiler Blast in Company) ફાટતા આ સમગ્ર ઘટના બની હતી.
આ પણ વાંચો:ભરૂચ નગર સેવા સદનનો નવતર અભિગમ, શાકમાર્કેટમાં પહોંચી વેપારીઓને મૂકી રસી
દહેજ ધણધણી ઊઠ્યું:દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલું હતું. એ સમયે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટને કારણે દહેજ ધણધણી ઊઠ્યું હતું. થોડા સમય માટે કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. શ્રમિકોમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ગ્રામજનો પણ બ્લાસ્ટના અવાજને કારણે ફફડી ગયા હતા. બ્લાસ્ટ અને આગની ઘટના બનતા જિલ્લા ફાયર વિભાગને ફોન કરાયો હતો. આ સાથે જુદી જુદી કંપનીના ફાયર ફાઈટર્સ અને એમ્બ્યુલન્સ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.