ગુજરાત

gujarat

ETV Bharat / state

Blast in Bharuch Company: દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં અડધી રાત્રે થયો બ્લાસ્ટ, 5 કામદારોના મોત - ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં આગ લાગવાથી કામદારોના મોત

ભરૂચમાં દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં (Blast in Bharuch Company) રાત્રે 2 વાગ્યે અચાનક બ્લાસ્ટ થયો હતો. તેના કારણે 5 કામદારોના મોત થયા હતા. જ્યારે અન્ય કામદારો ફંગોળાઈને દૂર (Blast at Om Organics Company plant) પડ્યા હતા.

Blast in Bharuch Company: દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં અડધી રાત્રે થયો બ્લાસ્ટ, 5 કામદારોના મોત
Blast in Bharuch Company: દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં અડધી રાત્રે થયો બ્લાસ્ટ, 5 કામદારોના મોત

By

Published : Apr 11, 2022, 10:40 AM IST

Updated : Apr 11, 2022, 11:03 AM IST

ભરૂચઃ દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં રાત્રે 2 વાગ્યે અચાનક બ્લાસ્ટ (Blast at Om Organics Company plant) થતા અફરાતફરી મચી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસ કામ કરતા કામદારો ફંગોળાઈને દૂર ફેંકાયા હતા. જ્યારે આ બ્લાસ્ટમાં 5 કામદારોના મોત (Workers die in fire at Om Organics Company) થયા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકો થયો હોવાનું પ્રાથમિક (Blast in Bharuch Company) અનુમાન છે.

5 કામદાર ગંભીર રીતે દાઝી થતા થયું મોત

આ પણ વાંચો-Fire Robot in Surat : સુરતમાં આગમાં ફસાયેલા વ્યકિતને ફાયર રોબોટ પકડી પાડશે, શું છે આ રોબોટ જાણો

5 કામદાર ગંભીર રીતે દાઝી થતા થયું મોત - આ બ્લાસ્ટની જાણ થતા GPCBની ટીમે (GPCB team investigates fire) ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટના કારણે 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમનું મોત (Workers die in fire at Om Organics Company) થયું હતું. API અને ઈન્ટરમીડિયેટ્સનું ઉત્પાદન કરતી કંપની ઓમ ઓર્ગેનિક્સમાં રાત્રે 2 વાગે બ્લાસ્ટ થયો હતો. તો આ આગને ફાયર બ્રિગેડના જવાનોએ કાબૂમાં લીધી હતી. જ્યારે વહેલી સવાર સુધી રેક્સ્યૂ ઓપરેશન ચાલ્યું હતું. તો 5 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-Fire Accident in Surat: સુરતમાં કોહીનૂર ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ, ફાયરની 6 ગાડીએ આગ પર મેળવ્યો કાબૂ

હજી પણ એક કામદારની શોધખોળ ચાલુ -આ ઘટના અંગે ફાયર વિભાગ, પોલીસ વિભાગ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB team investigates fire), ફેક્ટરી હેલ્થ અને સેફ્ટી વિભાગના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ બનાવની ગંભીરતા લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

Last Updated : Apr 11, 2022, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details