ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેજની રસાયણ કંપનીમાં બ્લાસ્ટનો મામલો: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તપાસ સમિતિની રચના કરાઈ

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટના મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તો સાથે જ કંપનીને કોર્ટમાં રૂપિયા 25 કરોડ જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.

દહેજ
દહેજ

By

Published : Jun 8, 2020, 5:29 PM IST

ભરૂચઃ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ પ્રચંડ બ્લાસ્ટમાં 10 કામદારોના મોત નીપજ્યાં હતાં તો ૭૫ જેટલા કામદારો ઘાયલ થયાં હતાં. આ અંગે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા અસરગ્રસ્ત લોકો સાથે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા મહત્વનો હુકમ કરી ઘટનાની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.

આ તપાસ કમિટીમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એક નિવૃત્ત ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ કંપનીને કોર્ટમાં રૂપિયા 25 કરોડ જમા કરાવવા હુકમ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details