- જાહેર કરવામાં આવતા આંકડા કરતા કોવિડ સ્મશાનમાં મૃત્યુઆંક અનેક ઘણો વધારે
- કોરોના મૃત્યુની સત્તાવાર ગણતરી અનેક ગણી ઓછી હોવાના આક્ષેપ
- સરકાર સ્પષ્ટતા કરે એવી માગ
ભરૂચ:સમગ્ર દેશ સાથે ગુજરાતમાં કોરોનાની આ બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીના અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે. ઠેર ઠેર મૃત્યુઆંકમાં વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા આંકડા સામે BJPના સાંસદે જ અવાજ ઉઠાવ્યો છે. BJPના વરિષ્ઠ સાંસદ સુબ્રહ્મણયમ સ્વામીએ એક ટ્વિટ કર્યું છે. જેમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા કરતા કોવિડ સ્મશાનમાં મૃત્યુઆંક અનેક ઘણો વધારે હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભરૂચમાં કોરોનાનું સંક્રમણ વધતા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી
ભરૂચમાં સૌથી વધુ મૃત્યુઆંક!
દેશના જિલ્લાઓમાં સરકારી સત્તાવાર કોરોના મૃત્યુના આંકડા અને સ્મશાનમાં મોત અંગે સૌથી વધુ અનેકગણી અસમાનતામાં સૌથી મોખરે ભરૂચ જિલ્લો છે. સરકારી કોવિડ મોતના આંકડામાં ભરૂચ જિલ્લામાં 40 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા હોવાનું જારી કરાયું છે. જ્યારે કોવિડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કારનો આંકડો 550ને પાર કરી ગયો છે.