ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં યુવા ભાજપનો નેતા મિત્રની પત્નીને ભગાડી જતા ભાજપે કર્યો સસ્પેન્ડ - bharuch news

ભરૂચના એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક મિત્રએ અન્ય મિત્ર પર પોતાની પત્નીને ભગાડી જવાનો આરોપ લગાવ્યો છે અને આ અંગે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકે અરજી આપી મિત્ર જ તેની પત્નીને ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ભરૂચ
ભરૂચ

By

Published : Mar 25, 2021, 12:12 PM IST

  • પતિએ પોલીસમાં અરજી આપી
  • સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન
  • ભાજપ નેતા હિમાંશુ વૈદ્ય 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ

ભરૂચ:A ડિવિઝન પોલીસ મથકે અરજદાર હિતેશ જાદવે આપેલી અરજી અનુસાર તેમણે તેમની પત્ની પૂર્ણિમા જાદવ ગુમ થઈ હોવાની અરજી આપી હતી. જેના જવાબમાં તેમણે પોલીસને નોંધાવ્યું છે કે, શહેરના સોનેરી મહલ વિસ્તારમાં આવેલા સતપંથ મંદિર નજીક રહેતા તેમના મિત્ર હિમાંશુ વૈધ સાથે તેમના ઘર જેવા સંબંધ હતા, આથી તે અવારનવાર હિતેશના ઘરે આવતો હતો. તે સમયે જ હિતેશની પત્ની પૂર્ણિમા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. પત્ની ગુમ થયા બાદ હિમાંશુના ઘરે તપાસ કરતા તે પણ મળી આવ્યો ન હતો. આથી હિમાંશુ તેમની પત્નીને ભગાડી ગયો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:વાંકાનેર નગરપાલિકામાં પક્ષ સામે બગાવત કરનાર 14 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા

ભાજપ દ્વારા કરાયો સસ્પેન્ડ

ભાજપનો નેતા જ મિત્રની પત્નીને ભગાડી ગયો હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બનતા જિલ્લા ભાજપ દ્વારા નેતા હિમાંશુ વૈદ્યને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:વડોદરા જિલ્લા ભાજપે પૂર્વ ધારાસભ્ય સહિત 40 સભ્યોને કર્યા સસ્પેન્ડ

ABOUT THE AUTHOR

...view details