ભરૂચ: અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન થતા ભરૂચ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
પાવનપૂરી અયોધ્યામાં રામ મંદિરનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. આ સ્વપ્ન માટે વર્ષોથી સંઘર્ષ કરનારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. પી.એમ.મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિ પૂજન થતા જ ભરૂચ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.