ભરૂચઃ જિલ્લાના સરકારી ગોડાઉનમાં અનાજ કૌભાંડ ઝડપાવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે સરકારી ગોડાઉનમાં પહોંચી સ્ટોક અંગેની ખરાઈ કરી હતી. કોરોના મહામારીમાં ગરીબ-મધ્યમ વર્ગના રેશનકાર્ડ ધારકોને સરકારના મફત અનાજ વિતરણ વચ્ચે ભરૂચમાં 2.91 લાખ કાર્ડધારકોના અનાજમાં કટકી કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ભરૂચના સરકારી ગોડાઉનમાં અનાજ કૌભાંડ ઝડપાવાનો મામલો ગાંધીનગર સુધી પહોચ્યો - MLA Dushyant Patel
ભરૂચના સરકારી ગોડાઉનમાં અનાજ કૌભાંડ ઝડપાવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે સરકારી ગોડાઉનમાં પહોંચી સ્ટોક અંગેની ખરાઈ કરી હતી. કોરોના મહામારીમાં ગરીબ-મધ્યમ વર્ગના રેશનકાર્ડ ધારકોને સરકારના મફત અનાજ વિતરણ વચ્ચે ભરૂચમાં 2.91 લાખ કાર્ડધારકોના અનાજમાં કટકી કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી આવતા અનાજના જથ્થાનું ભરૂચના પુરવઠા નિગમના ગોડાઉનમાં રીપેકિંગમાં 350 ગ્રામ અનાજ ઓછું અપાતું હતું. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ગોડાઉનમાં જાત તપાસ કરી જુદા જુદા રેકમાંથી ઘઉં-ચોખાની 50 ગુણીનું વજન કરાવતાં ગુણીમાં અનાજનો જથ્થો ઓછો નીકળતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે અનાજ કૌભાંડનો રેલો હવે ગાંધીનગર સુધી પહોચ્યો છે. શુક્રવારે ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમ જિલ્લામાં આવી પહોચી હતી અને તપાસ શરુ કરી હતી. પુરવઠા વિભાગના ત્રણ મદદનીસ નિયામકોએ જિલ્લામાં આવેલા વિવિધ સાત ગોડાઉનમાં સ્ટોક અંગેની ખરાઈ હતી, અને અનાજના ડેપોના સંચાલકોને હાલ પુરતા સફાઈ સહિતની બાબતે કાળજી રાખવા સુચના આપી હતી.