રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા ચુડાસમાંએ છેલ્લા ૨ વર્ષમાં ગન શુટિંગની યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ૨૪ મેડલ હાંસલ કર્યા છે. તેઓએ રાષ્ટ્રીય કક્ષા,રાજ્ય કક્ષા,ખેલ મહાકુંભ અને જીલ્લા કક્ષાએ વિવિધ મેડલ હાંસલ કર્યા છે.
ભરૂચ પોલીસ વડાના પત્નીએ વિવિધ સ્પર્ધામાં 24 મેડલ મેળવ્યા - Vandanaba Chudasama
ભરૂચ: એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્ની વંદનાબા ચુડાસમાએ ગન શુટિંગની સ્પર્ધામાં 2 વર્ષમાં 24 મેડલ હાંસલ કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ગન શુટિંગની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

Bharuch
તાજેતરમાં જયપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ક્ક્ષાની સ્પર્ધામાં તેઓએ સિલ્વર મેડલ તો ગુજરાત રાજ્ય કક્ષાની વિવિધ ત્રણ સ્પર્ધામાં ૩ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. વંદનાબા ચુડાસમાએ આ અંગે કોઈ પ્રોફેશનલ તાલીમ લીધી નથી, પરંતુ તેમના પતિ રાજેન્દ્રસિંહ ચુડાસમા પાસે માર્ગદર્શન મેળવી ગન શુટિંગની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે.