ભરૂચઃ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ લૉકડાઉન વચ્ચે ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓની મુલાકાત લીધી હતી. પોલીસકર્મીઓને વિવિધ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે દેશમાં ૨૧ દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લૉકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસકર્મીઓ રાત દિવસ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. લોકો લૉકડાઉનનો કડક અમલ કરે એવા પ્રયાસો થઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓની મુલાકાત લીધી - ભરુચ જિલ્લા પોલીસવડા
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ લૉકડાઉન વચ્ચે ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓની મુલાકાત લીધી હતી. પોલીસકર્મીઓને સુરક્ષા અને સલામતી બાબતે માર્ગદર્શન આપ્યું હતું અને લોકો સાથે સંયમથી વ્યવહાર કરવા એસ.પી. દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજરોજ વિવિધ ટ્રાફિક પોઈન્ટ અને ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓની મુલાકાત લીધી હતી. કપરી પરિસ્થિતિમાં પોતાની સુરક્ષા અને સલામતી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસકર્મીઓ સાથેના વર્તનને લઈ અનેક વિવાદ ઉભા થયા છે, ત્યારે ભરૂચ એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસકર્મીઓને સંયમ જાળવવા આદેશ કર્યા હતા. લોકોને પણ પોલીસને સહકાર આપવા માટે અપીલ કરી હતી.