ભરૂચ ગુજરાત રાજ્યમાંથી એક જ દિવસમાં બે જુદી જુદી જગ્યાઓ પરથી ડ્રગ પકડાયા હોવાના કેસ સામે આવ્યા છે. જેમાં ભરૂચમાં આવેલા પાનોલી જીઆઈડીસી Bharuch GIDC સ્થિત ઈન્ફોનિટી રીસર્ચ ડેવલપમેન્ટ કંપનીમાંથી એમડી ડ્રગનો જથ્થો પકડાયો હતો. SOGને મળેલી એક ચોક્કસ બાતમીના Bharuch SOG Drug Case આધારે સર્ચ ઑપરેશન શરૂ કરાતા કંપનીમાંથી ડ્રગ મળી આવ્યું હતું. કંપનીમાંથી 1383 કરોડનું ડ્રગસ ઝડપાયું હોવાની આશંકા છે. જેમાં 1300 લીટર લિકવિડ અને 83 કિલો પાઉડર ફોર્મમાં MD ડ્રગસ ઝડપાયું છે. બે દિવસ અગાઉ આ કંપનીમાંથી NCB એ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે, ગુજરાત ATSને Gujarat ATS Drug investigation મળેલી ચોક્કસ માહિતીના આધારે આ ઑપરેશન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો મુંબઈથી ડ્રગ લાવતા 4 શખ્સો ઝડપાયા 20 લાખના માલની હતી ડિલેવરી
FSLની મદદ આ કેસમાં FSLની પણ મદદ લેવામાં આવી છે. ચોક્કસ બાતમી એવી હતી કે, છુપી રીતે કંપનીમાં એમડી ડ્રગનો જથ્થો છુપાવવામાં આવી રહ્યો છે. જેના પર ભરૂચ SOGની ટીમે સર્ચ ઑપરેશન શરૂ કરતા કંપની સામે ગનો દાખલ થયો હતો. જેમાં માલિકની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે, આ અંગે ભરૂચ SOGની ટીમ તથા ગુજરાત ATS ટૂંક જ સમયમાં સત્તાવાર નિવેદન આપી શકે છે. વડોદરામાં જે ડ્રગનો જથ્થો પકડાયો છે એ તમામનું ક્નેક્શન ભરૂચમાં ખુલ્યું છે. ગુજરાતના ઈતિહાસમાં ડ્રગનો સૌથી મોટો જથ્થો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ કેસમાં અન્ય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો શંકાના આધારે પતિએ કરી પત્નીની હત્યા
ગુજરાત બહારનું ક્નેક્શનઆ ડ્રગનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કર્યો એ અંગે તપાસ ટીમ સર્ચ કરી રહી છે. જોકે, એવી પણ આશંકા છે કે, આ ડ્રગ કેસના તાર ગુજરાતની બહાર પણ હોઈ શકે છે. આ બન્ને સ્થળેથી ડ્રગ મળી આવતી ગુજરાત ATSની અન્ય ટીમ પણ બીજા સ્થળે તપાસ હેતું પગલાં ભરી રહી છે. કેટલાક શંકાસ્પદોની પૂછપરછ પણ કરવામાં આવી છે. ભરૂચ અને વડોદરામાં થયેલા સર્ચ ઑપરેશનમાં કુલ કેટલો જથ્થો જાહેર કરવામાં આવે છે એ જોવાનું છે.