ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ SOGએ રેમડેસીવીર ઈન્જેકસનની કાળા બજારી કરતા 2 આરોપીની ધરપકડ કરી - REMDESIVIR INJECTION

ભરૂચમાં કેટલાક તત્વો રેમડેસીવીર ઈન્જેકસનની કાળા બજારી કરતાં હોય છે. પોલીસે દહેજ બાયપાસ રોડ પર આવેલ શેઠ મેડિકલ સ્ટોર પર રેમડેસીવીર ઈન્જેકસનનું વેચાણ કરવા આવેલા અરબાજ ગરાસિયા નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.

બે આરોપીની ધરપકડ
બે આરોપીની ધરપકડ

By

Published : May 4, 2021, 2:51 PM IST

  • કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકસનની અછત
  • કેટલાક ઇસમો રેમડેસીવીર ઈન્જેકસન ઊંચા ભાવે વેચી રહ્યા
  • કુલ રૂપિયા 54 હજારનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો

ભરૂચ : જીવલેણ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકસનની અછત સર્જાઇ છે. ત્યારે કેટલાક તત્વો આવા સમયમાં પણ વધુ કમાવવાની લ્હાયમાં રેમડેસીવીર ઈન્જેકસનની કાળા બજારી કરતાં હોય છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમને માહિતી મળી હતી કે, કેટલાક ઇસમો રેમડેસીવીર ઈન્જેકસન ઊંચા ભાવે વેચી રહ્યા છે. જેના આધારે પોલીસે દહેજ બાયપાસ રોડ પર આવેલ શેઠ મેડિકલ સ્ટોર પર રેમડેસીવીર ઈન્જેકસનનું વેચાણ કરવા આવેલા અરબાજ ગરાસિયા નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.

રેમડેસીવીર ઈન્જેકસનની કાળા બજારી
આ પણ વાંચો : રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા 4 આરોપીની રામોલ પોલીસે કરી ધરપકડપોલીસે 6 રેમડેસીવીર ઈન્જેકસન કબ્જે કર્યાઝડપાયેલા આરોપી દહેજ બાયપાસ રોડ પર આવેલ સિટીકેર હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે. તે રેમડેસીવીર ઈન્જેકસન લાવી શેઠ મેડિકલ સ્ટોર પર ઈમરાન શેઠને આપતો હતો. પોલીસે બન્નેની ધરપકડ કરી તેઓ પાસેથી 6 રેમડેસીવીર ઈન્જેકસન કબ્જે કર્યા છે. રૂપિયા 54 હજારનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આરોપી રેમડેસીવીર ઈન્જેકસન ક્યાંથી લાવતો હતો. એ બાબતની પોલીસ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details