ભરૂચ :દહેજમાં ગટરમાં ઉતરેલા 5 કામદારો પૈકી ત્રણ કામદારો ગૂંગળાઈ જતા મૃત્યુ નીપજ્યા છે. તેમજ અન્ય બે કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ આ બનાવની જાણ થતાં દહેજ પોલીસ તાત્કાલિક પહોંચીને તપાસની હાથ ધરી હતી. ગ્રામ પંચાયતની અત્યંત સાંકળી અને ઊંડી ડ્રેનેજમાં 5 કામદારો વગર સેફટીએ ઉતાર્યા હોવાની માહિતી મળી છે . જેથી 3 લોકોના ગુંગળાઇ જવાથી મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 2 કામદારોને સ્થિતિ નાજુક બનતા સારવાર હેઠળ ખસેડાયા છે.
શું છે સમગ્ર મામલો : ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ દેહજમાંથી મોટી દુર્ઘટના સામે આવતા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દોડતું થયું છે. દહેજ ગ્રામ પંચાયતની ડ્રેનેજ સાફ કરવા 5 યુવાનોને અત્યંત સાંકળી અને ઊંડી ગટરમાં મંગળવારે ઉતારવામાં આવ્યા હતા. કોઈપણ સુરક્ષાના સાધનો વગર ગટરની સફાઈ માટે 5 કામદારોને ઉતારી દેવામાં આવતા તેઓ ગુંગળાઇ મર્યા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના ફાયર ફાઈટરો, ગ્રામ પંચાયત અને દહેજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.
આ પણ વાંચો :Rajkot News: સફાઈ કામદારના મોતનો મામલો, રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ રાજકોટ દોડી આવ્યા