ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસી પાસે દાનના નામે રૂપિયા પડાવી આતંક મચાવતા 3 કિન્નરને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા છે. મહારાષ્ટ્રનાં પનવેલમાં રહેતા ગોવિંદ રાઉત અવધ એક્ષપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બિહાર જઈ રહ્યાં હતાં, જે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશનથી જનરલ કોચમાં કેટલાક કિન્નરો ચઢ્યા હતા અને ગોવિંદ રાઉત પાસે રૂપિયાની માગ કરી હતી. જો કે, ગોવિંદ રાઉતે રૂપિયા ન આપતા તેને કિન્નરોએ માર મારી રૂપિયા 500ની લૂંટ ચલાવી હતી. આ અંગે ગોવિંદ રાઉતે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતરી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભરૂચ: રેલવે પોલીસે પ્રવાસી પાસે લૂંટ ચલાવતા 3 કિન્નરોની કરી ધરપકડ - ભરૂચ રેલવે સ્ટેશન
ભરૂચ: રેલવે પોલીસે ટ્રેનમાં પ્રવાસી પાસે લૂંટ ચલાવતા ૩ કિન્નરોની ધરપકડ કરી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી જાનવી કુંવર, મનીષા કુંવર અને બુલબુલ કુંવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ રેલવે પોલીસે પ્રવાસી પાસે લુટ ચલાવતા ૩ કિન્નરોની ધરપકડ કરી
પોલીસે તેમના રેકોર્ડમાં રહેલ કિન્નરોના ફોટા ફરિયાદીને બતાવ્યા હતા. જેમાં, તેમણે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. જેના આધારે રેલવે પોલીસે જાનવી કુંવર, મનીષા કુંવર અને બુલબુલ કુંવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.