ગુજરાત

gujarat

ETV Bharat / state

Bharuch Police spying scandal: ભરૂચમાં થયેલ પોલીસ જાસૂસી કાંડમાં બે બૂટલેગરોના નામ સામે આવ્યા - Bharuch Police spying scandal

ભરૂચમાં થયેલ પોલીસ જાસૂસી કાંડમાં બે બૂટલેગરોના નામ સામે આવ્યા છે. SMCની ટીમ દરોડો પાડવા મધ્યગુજરાતમાં એન્ટ્રી લેતા જ બુટલેગરોને વાકેફ કરી દેવાતા હતા. એક વર્ષથી સ્ટેટ મોનીટરીંગ સેલના 15 પોલીસ અધિકારીઓ સહિત ટીમના લોકેશન બુટલેગરોને વેચવાનું કાંડ ચાલી રહ્યું હતું.

bharuch-police-spying-scandal-names-of-two-bootleggers-came-up-in-the-police-spying-scandal-in-bharuch
bharuch-police-spying-scandal-names-of-two-bootleggers-came-up-in-the-police-spying-scandal-in-bharuch

By

Published : Jan 21, 2023, 1:13 PM IST

ભરૂચ: ગુજરાતમાં પોલીસ દ્વારા જ પોલીસ ઉપર વોચના જાસૂસીકાંડે ખળભળાટ મચાવી દીધો છે. ભરૂચના સસ્પેન્ડેડ 2 પોલીસ કર્મી ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડો અને વડોદરાના પરેશ ચૌહાણ ઉર્ફે ચકો માટે SMCના 15 પોલીસ અધિકારી સહિત સ્ટાફના લોકેશનો વેચતા હોવાની વિગતો બહાર આવી છે.

બીજા પણ અનેક ખુલાસા થઇ શકે:ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી સ્ટેટ મોનીટરીંગ સેલના 15 પોલીસ અધિકારીઓ સહિત સ્ટાફના લોકેશન છેલ્લા 1 વર્ષથી બુટલેગરોને આપતા હોવાની હકીકત સામે આવ્યા બાદ રાજ્યનું પોલીસ વિભાગ સ્તબ્ધ થઈ ગયું છે. ભરૂચ SP ડો. લીના પાટીલે બન્ને બુટલેગરો માટે કામ કરતા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ સમગ્ર મામલાની ઇન્કવાયરી અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને સોંપી છે. બન્ને પોલીસમાં રહી બુટલેગરો માટે પોલીસની જ જાસૂસી કરતા કોન્સ્ટેબલો સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરાઇ છે ત્યારે આગામી સમયમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવી શકે તેમ છે.

આ પણ વાંચોAravalli : ખાખી પર દાગ, દારૂની હેરાફેરી કરતા બે પોલીસ કમ બુટલેગરો પકડાયા

એક વર્ષથી ચાલતું હતું કાંડ:બીજી તરફ SMC ના DYSP કે.ટી. કામરીયાની હાલ સુધીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન બન્ને કોન્સ્ટેબલો ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડો અને વડોદરાનો પરેશ ચૌહાણ ઉર્ફે ચકો માટે લોકેશન શેર કરતા હોવાની કેફિયત રજૂ કરી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ બન્ને બુટલેગરો બોબડો અને ચકો મોટું નેટવર્ક ધરાવે છે. SMCની ટીમ રેઇડ કરવા મધ્યગુજરાતમાં એન્ટ્રી કરતા જ આ બન્ને બુટલેગરોના હાથે વેચાયેલા કોન્સ્ટેબલો મોબાઈલ લોકેશન શેર કરી દેતા હતા. SMCની ટીમ સ્થળ ઉપર પોહચે ત્યારે તેમની રેઇડ નિષ્ફળ જતી હતી. હાલ તો બન્ને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ એક વર્ષથી બુટલેગરોને લોકેશન આપતા હોવાની વિગતો બહાર આવી છે. જેના માટે બુટલેગરો તેઓને કેટલો આર્થિક ફાયદો કરાવતા હતા કે અન્ય લાભો પુરા પાડતા હતા. હાલ તો આ બે કોન્સ્ટેબલ સિવાય પોલીસ દ્વારા જ પોલીસની જાસૂસીના આ કાંડમાં અન્ય કોઈ પોલીસ કર્મીની ભૂમિકા નહિવત હોવાનું ખુદ પોલીસ જણાવી રહી છે.

આ પણ વાંચોVadodara crime: બંધ મકાનમાંથી વાસ આવતા મૃતદેહ મળ્યો, અનેક આશંકા

જાસૂસીકાંડે ખળભળાટ મચાવી દીધો:સસ્પેન્ડેડ અશોક સોલંકી સુરેન્દ્ર નગર જ્યારે મયુર ખુમાણ મૂળ અમરેલીનો છે. જેઓ બન્નેને પહેલું પોસ્ટિંગ ભરૂચમાં જ મળ્યું હતું. ત્યારબાદ બંને ઘણા લાંબા સમયથી LCB માં જ હતા. અને ટેક્નિકલ સર્વેલન્સમાં કામગીરી કરી રહ્યા હોવાની વિગતો સાંપડી છે. એક વર્ષમાં આ બન્નેએ કેટલી વખત બુટલેગરોને સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓના લોકેશન આપ્યા તેની પણ તપાસ ચાલી રહી છે. જોકે SMCના અધિકારીઓ આ જાસૂસી કાંડથી પોલીસના જીવ પણ જોખમમાં મુકાઈ શક્યા હોત નું ગણાવી રહ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details