ભરૂચઃ જિલ્લાના મઢૂલી સર્કલ પાસે પોલીસના સ્વાંગ આવેલા બે ગઠિયાઓએ એક યુવાનને મારમારી રૂપિયા 15 હજારની વધુનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા. જે બન્ને વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
ભરૂચ પોલીસે પોલીસના સ્વાંગમાં લૂંટ ચલાવનારા બે ઇસમોને ઝડપી પાડ્યા - Bharuch News
ભારૂચ જિલ્લામાં મઢૂલી સર્કલ પાસે પોલીસના સ્વાંગમાં આવી ગઠિયાઓએ એક યુવાનને માર મારી રૂપિયા 15 હજારથી વધુનો મુદ્દામાલ યુવાન પાસેથી લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભરૂચ પોલીસે પોલીસના સ્વાંગમાં લૂંટ ચલાવનારા બે ઇસમોને ઝડપી પાડ્યા
દહેજની SRF કંપનીમાં ફરજ બજાવતા કુમારન મુરૂગેશન 16મી સપ્ટેમ્બરના રોજ એ.બી.સી.સર્કલથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બે ઈસમોએ પોલીસના સ્વાંગમાં આવી તેઓને લૂંટી લીધા હતી. આ ઈસમોએ એક વ્યક્તિ પર ગૂગલ પે પણ કરાવ્યા હતા. બનાવ અંગે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન તપાસના આધારે પોલીસે સન્ની મિસ્ત્રી અને શેખ મહંમદ અફઝલને ઝડપી પાડ્યા હતા. આ બંને ઈસમોએ ભૂતકાળમાં પણ આવા ગુનાઓ આચરેલા હતા.