- અગ્નીકાંડમાં 18 લોકોના મોત નિપજ્યા હતા
- ભરૂચ શહેર બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી
- કોવિડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી
ભરૂચઃ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે 1લી મેની રાત્રિના સમયે કોવિડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કોરોનાના 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 વ્યકતિઓ જીવતા ભુંજાય ગયા હતા. આગની ગંભીરતા પારખી રાજય સરકારે બે IAS અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ દોડાવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ભરૂચ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
આ પણ વાંચોઃસુરતના વેસુ વિસ્તારમાં લાગી આગ
પોલીસ દ્વારા હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે
હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદકારી દાખવવા બદલ IPC 304, 337, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ભરૂચ પોલીસ દ્વારા હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે.