- ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પોલીસ આવી એક્શન મોડમાં
- હવે આડેધડ વાહનો પાર્ક કરશો તો ભરવો પડશે દંડ
- નો પાર્કિંગમાં વાહન પાર્ક કર્યું હશે તો પોલીસ વાહનને ટો કરી લઈ જશે
આ પણ વાંચોઃભરૂચ નજીક સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિને અંકુશમાં લેવા તંત્ર જાગ્યું
ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસનો એક્શન પ્લાન
ભરૂચઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા હવે પોલીસે વાહનોને ટોઈંગ કરવાનું શરૂ કર્યું છે. શહેરના સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, શ્રવણ ચોકડી, શકિતનાથ સહિતના મુખ્ય માર્ગો પર લોકો તેમના વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતાં હોય છે. આડેધડ રીતે પાર્ક કરી દેવાયેલાં વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા જટિલ બનતી જાય છે. વાહન ચાલકોને વારંવાર સૂચના આપવા છતાં તેમના વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતાં હોય છે. ખાસ કરીને જયાં શાકભાજીની લારીઓ ઉભા રહે છે તેવા વિસ્તારોમાં આ સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. આડેધડ પાર્ક કરી દેવાતાં વાહનના માલિકો સામે હવે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.