ભયજનક સપાટી વટાવે તેવી સંભાવનાઓ ભરુચ : ભરુચના ગોલ્ડન બ્રિજ ખાતે મધરાત્રીએ નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ સપાટી વટાવશે. ત્યારે ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટના કાંઠાના ગામોમાં હજારોનું સ્થળાંન્તર કરવાની નોબત આવી શકે છે. હાલમાં નર્મદા ડેમના 23 દરવાજા 5 મીટર ઉપરથી ખોલી છોડાતું 9 લાખ ક્યુસેકથી વધુ પાણી પૂરની સ્થિતિ ઊભી કરે તો વ્યવસ્થાના ભાગરુપે જિલ્લા કલેકટર સહિત તમામ તંત્ર એલર્ટ, શિફ્ટીંગ માટે તૈયારીઓ શરુ કરાઇ છે.
23 દરવાજા ખોલાયા :સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને લઈને તંત્ર સતર્ક નર્મદા ડેમના 23 દરવાજા ખોલી છોડાતા 9 લાખ ક્યુસેકના કારણે ભરૂચમાં ઘોડાપૂરનો ખતરો તોળાયો છે. જિલ્લા વહીવટી તંત્રે 4 તાલુકાના કાંઠાના લોકોના શિફ્ટિંગ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
9 લાખથી 12 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ : ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે શનિવારે નર્મદા ડેમના પ્રથમ 10 બાદ 23 દરવાજા ખોલો 9 લાખથી 12 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. નર્મદા નદીમાં વિપુલમાત્રામાં છોડાઈ રહેલા પાણીના જથ્થાથી ભરૂચ ઉપર પૂરનો ખતરો વધી રહ્યો છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચન કર્યું છે.
સ્થળાંતર હાથ ધરવા તંત્ર સ્ટેન્ડ બાય : જિલ્લાના તમામ અધિકારીઓની રજા રદ કરી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આજે સાંજથી કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર હાથ ધરવા તંત્ર સ્ટેન્ડ બાય થઈ ગયું છે. ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. રાતે ગોલ્ડનબ્રિજે નર્મદાના જળસ્તર ભયજનક સપાટી વટાવી જશે.
20થી વધુ ગામોને અસર થાય : મધરાતે ભરૂચમાં નર્મદા નદી 30 ફૂટ સપાટીએ સ્પર્શી જશે. જે જોતા ભરૂચ શહેર, તાલુકા, અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ તાલુકાના કાંઠાના 20 થી વધુ ગામોના લોકોનું સ્થળાંતર કરવાની નોબત ઉભી થઇ શકે છે.
- Government Gain Scam : ભરુચ એસઓજીએ સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપ્યું, કેટલો મુદ્દામાલ કબજે થયો જૂઓ
- Bullet Train Project Updates: ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જમીન સંપાદનના વળતર મુદ્દે ખેડૂતો આકરાપાણીએ, આત્મ વિલોપનની ચીમકી
- Bharuch Crime News : સરકારી સંપત્તિની ચોરી કરનાર પંજાબી ગેંગના સાગરિતો ઝડપાયા