આ બનાવમાં જોત જોતામાં બન્ને વાહનો આગમાં બળીને ખાક થઈ ગયા હતા. વાહનોમાં રહેલા મુસાફરોની ચિચયારીથી વાતાવરણ ગમગીન થઈ ઉઠ્યું હતું. સમગ્ર બનાવની જાણ ફાયર વિભાગને કરાતા 2 ફાયર ફાયટર્સે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચ નજીક બસ-ટેન્કર વચ્ચે અકસ્માત બાદ આગ, 3 મુસાફર ભડથું
ભરૂચ: ભરૂચ નજીક હાઇવે પર લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત બાદ બન્ને વાહનમાં આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર 3 મુસાફરો ભડથું થઈ જતા તેમના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 30 મુસાફરોનો બચાવ થયો હતો. પુનાથી અમદાવાદ જઈ રહેલી લકઝરી બસ ભરૂચ નજીક હાઇવે પરથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન લુવારા ગામ નજીક ટેન્કર સાથે બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. જેમાં બન્ને વાહનો ધડાકાભેર ભટકાતા એકાએક આગ ફાટી નીકળી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભરૂચના લુવારા પાટિયા નજીક બસ-ટેન્કર વચ્ચે અકસ્માત, 3ના મોત
બસમાં તપાસ કરતા એક પછી એક એમ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવમાં અન્ય 3 મુસાફરોને ઇજા પહોંચી છે, જ્યારે 30 મુસાફરોનો બચાવ થયો હતો. સમગ્ર મામલાની વધુ તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે.
Last Updated : Nov 3, 2019, 11:30 AM IST