ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના મુળ માતા, પુત્ર અને પુત્રી ઇંગ્લેન્ડની લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બન્યા - ચૂંટણીમાં વિજેતા બન્યા

ભરૂચના અરગામા ગામના મૂળ વતની અને હાલ ઇંગ્લેન્ડમાં રહેનાર હસીના ખાન સહિત તેમનો પુત્ર અને પુત્રી ઇંગ્લેન્ડની લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. હસીના ખાન પાંચમી ટર્મ માટે ચૂંટાયા હોવાથી ભરુચના અરગામા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભરૂચના મુળ માતા, પુત્ર અને પુત્રી ઇંગ્લેન્ડની લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બન્યા
ભરૂચના મુળ માતા, પુત્ર અને પુત્રી ઇંગ્લેન્ડની લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બન્યા

By

Published : May 13, 2021, 7:43 PM IST

  • ભરુચના માતા-પુત્રી અને પુત્ર ઇંગ્લેન્ડમાં લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા
  • માતા હસીના ખાન વર્ષ 2019માં મેયર તરીકે ચૂંટાયા બાદ હાલમાં 5મી ટર્મ માટે ચૂંટાયા
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્રણેય વિજેતા થતા વાગરામાં ખુશીનો માહોલ

ભરૂચ: વાગરા તાલુકાના અરગામા ગામના મૂળ વતની જેઓને ઈંગ્લેન્ડમાં અંગ્રેજો દ્વારા ખાન સાહેબનું બિરૂદ મળ્યું હતું. વર્ષો સુધી પોતાની આગવી પ્રતિભાથી રાજકારણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર અહમદ ખાન અને ગામના માજી સરપંચ ઈબ્રાહીમ ખાનની પ્રપૌત્રી હસીનાએ પણ ઇંગ્લેન્ડના ચોર્લી નોર્થમાં રેડીયો એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ, લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલમાં લેબર પાર્ટીમાં પાયાના કાર્યકર તરીકે જોડાઈ ચોર્લી નોર્થના કાઉન્સીલર તરીકે રાજકીય પદાર્પણ કર્યુ હતુ. જેમાં વર્ષ 2006માં લેન્કેશાયરમાં પ્રથમ મુસ્લિમ મહિલા કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

માતા, પુત્ર અને પુત્રી ઇંગ્લેન્ડની લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બન્યા

આ પણ વાંચો:ભરૂચમાં કોરોના વેક્સિનેશનના સેન્ટર ઓછા હોવાથી લોકોએ ધક્કા ખાવા પડે છેઃ કોંગ્રેસ

હસીના ખાન 2019માં મેયર તરીકે ચૂંટાયા

હસીનાએ વર્ષ 2019માં મેયર તરીકે સેવા આપી હતી. જયારે, તેમના બન્ને બાળકો નાનપણથી જ તેમના નકશે કદમ પર ચાલીને રાજકીય રાહ તરફ આગળ વધ્યા હતા. જેના આધારે બન્ને બાળકોએ તેમની માતાથી પ્રેરણા લઇને હાલમાં સ્થાનિક ચૂંટણીમાં ઝપલાવ્યું હતું. જેમાં, પુત્રી ઝારા તેની ચોર્લી કાઉન્સિલ પર બીજી વખત ચૂંટણીમાં ચૂંટાઈ આવી હતી અને માતા હસીના ખાન 5મી ટર્મ માટે ફરીથી ચૂંટાઈ આવી હતી. જયારે, તેમનો પુત્ર સમીર ખાન પણ યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયો હતો. જેથી એક જ પરિવારમાંથી માતા, પુત્ર અને પુત્રી વિજેતા થતા ગુજરાત અને ખાસ કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ પણ વાંચો:AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત લીધી

ABOUT THE AUTHOR

...view details