- ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા કોરોનાના સકંજામાં
- વસાવાને સીટી સ્કેન રિપોર્ટમાં ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું
- તબિયત લથળતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડાયા
નર્મદા: જિલ્લામાં કોરોના કહેરે સામાન્ય લોકોને બાનમાં લીધા છે. કોરોનાના ભરડામાં ઘણા અભિનેતાઓ, નેતાઓ આવી ચૂક્યા છે. ત્યારે, ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ કોરોનાનો ભોગ બન્યા છે. 4થી 5 દિવસ પહેલા મનસુખ વસાવાને સામાન્ય તાવ અને શારીરિક નબળાઈની તકલીફ હતી. આથી, એમણે ટેસ્ટ કરતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત, સીટી સ્કેન રિપોર્ટમાં ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે. ગત 19 મેના રોજ તબિયતમાં સુધારો ન થતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હાલમાં એમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:નર્મદામાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર થતાં બે સાંસદોએ અચાનક કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી